વાત રાખું છું
વાત રાખું છું
ખુશીઓને મનની લગોલગ રાખું છું,
મારા અસ્તિત્વનો દાવેદાર હું જ રહું છું,
ગમગીન થવાનો મતલબ નથી અહીંયા,
રંગમંચમાં હું જાતે જ મારા કલાકાર રાખું છું,
દિલના દસ્તાવેજ મેં કરાવ્યા મારા જ લોકો પાસે,
સહી કરાવનાર પણ જાતે જ હું સાખું છું,
આટલી વાહ વાહ મળી જિંદગીમાં,
કલા કારીગરી હું પોતાની જ પ્રસ્તુત કરું છું,
છતાં પણ મળે છે ઓછું વળતર,
કેમ કે કારભારી હું મારા જ પણ દગાબાજ રાખું છું,
હૃદયની વાત છે, હંમેશા હૃદયમાં જ રાખું છું.