Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Deep Gurjar

Drama

5.0  

Deep Gurjar

Drama

ખુદને જાણું છું

ખુદને જાણું છું

1 min
536

મને મારા અંતની ખબર છે,

શરૂઆતની ખબર છે,

તો પછી શા માટે હાલના સમયમાં થંભેલો વંચિત બેસ્યો રહું..!??

ક્યાં રોકવું,

ક્યાં દોડવું,

આ થંભવાની પણ મને ખબર છે,

તો પછી શા માટે હાલના સમયમાં થંભેલો વંચિત બેસ્યો રહું..!??

કોની પાસે ટોકાવું,

કોની પાસે પગમાં ઠોકવું,

મને મારી જરૂરિયાતની ખબર છે,

તો પછી શા માટે હાલના સમયમાં થંભેલો વંચિત બેસ્યો રહું..!??

કોણ જરૂરી છે,

કોણ બિનજરૂરી,

સત્ય જાણું છું,

પારખું છું.. અસત્યને..,

તો પછી શા માટે કોઈના પર નભવા માટે હાલના સમયમાં થંભેલો વંચિત બેસ્યો રહું..!??

સમય ને જાણું છું,

ઓળખું છું કાંટાની ટિક ટિક ને,

સમજુ છું હરેક પળની કિંમત લાલસા,

તો પછી શા માટે હાલના સમયમાં થંભેલો વંચિત બેસ્યો રહું..!??

કોઈ સુન્ન છે, કોઈ મુન્ન છે,

કોઈ પ્રેમી, કોઈ નફરતી

હર એક સંબંધની ઊંડાઈને,

એક એક ડગલે ઓળખું છું,

તો પછી શા માટે હર એક સંબંધને ટકાવવા હાલના સમયમાં થંભેલો વંચિત બેસ્યો રહું..!??

કોઈ કોડિયાં સમાન છે, 

કોઈ કોડિયામાં મૂકેલ વાટ,

હું જાણું છું ખુદને,

હું ખુદ છું એક અર્ધ બળબળતી આગ,

તો પછી શા માટે હાલના સમયમાં થંભેલો વંચિત બેસ્યો રહું..!??

Rate this content
Log in