ચાંદ...ચાંદની
ચાંદ...ચાંદની
1 min
1.3K
આભમાં ઉગતો ચાંદલીયો ચાંદની સંગ આવતો.
તારલાઓ સાથે સંગ સંતારકુકડી રમતો..
ચાંદ તેની સોળે કળા બતાવતો..
રોજ નવલું રુપ એ ધરતો..
વાર્તાઓ કંઈ નીત નવી લાવતો.
રોજ તને જોતીને મને તું યાદ આવતો..
મારો ચાંદ જે ઈદનો ચાંદ ..
મુખડું તારું પુનમ નો ચાંદ
મારા જીવન આકાશમાં તું ચમકતો.
તને નિહાળી ચમક ચાંદનીની મુખ પર આવતી..
આંખોમાં તારી જ છબી સમાતી.
અમાસની રાત મને ના ગમતી.
આ અમાસ હમણાં વારંવાર આવતી.
તારા દિદાર વિના કેટલી રાતો જાગતી.
તું જ મારો ચાંદ હુ તારી ચકોર કહેતા મને લાજ નથી આવતી.