Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

વરસે તરસે

વરસે તરસે

1 min
6.9K


આભથી વરસી જાય હો પ્યારા,
આંખથી તરસી જાય હો પ્યારા.

જલ છે તોય જુદા જગને દીઠા,
એક ખારાને એક શીતલ મીઠાં.

તરુવરિયા હસી જાય પોબારા,
આભથી વરસી જાય હો પ્યારા...

એ જલે છીપલી આશા વળગે,
આ જલધારામાં ભીતર સળગે.

ઊભા બાળે તનમનને અંગારા,
આભથી વરસી જાય હો પ્યારા...

વરસાદથી ઊગ્યા લીલા મોલ,
આંસુ સીંચી થયા તરણાંને તોલ.

અમે પડ્યા એકલ આ નોધારા,
આભથી વરસી જાય હો પ્યારા.

 

             મીના માંગરોલિયા


Rate this content
Log in