Gaurang Thaker

Others


4  

Gaurang Thaker

Others


થયા છે

થયા છે

1 min 13.5K 1 min 13.5K

મણકે મણકા સ્થિર થયા છે
તારા પગલા પીર થયા છે.

જે જગ્યાએ તું મળતી'તી
આજે ત્યાં મંદિર થયા છે.

તારામાંથી તું ચાલી ગઇ
તડકા પાછા તીર થયા છે.

આશીર્વાદ ફરે છે ઘરમાં
મોભી સૌ તસ્વીર થયા છે.

આંસુથી બંધાયો છું જો
જળ જાણે જંજીર થયા છે.

દર્પણ તૂટી કાચ થયું જ્યાં
રૂપ ઘણાં ગંભીર થયા છે.

પડછાયાનાં પરસેવાથી
રસ્તા પણ તકદીર થયા છે.


Rate this content
Originality
Flow
Language
Cover Design