Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Solanki

Others

3  

Deepak Solanki

Others

બાળક બનાવી દે

બાળક બનાવી દે

1 min
13.9K


લગાગાગા લગાગાગા

થયો   ચાંદો  સજાવી  દે,
ગગનને  તું બતાવી  દે.

હશે  જો   કોઈ  આંખોમાં,
મને   એમજ  સતાવી દે.

કર્યા  છે  પાપ ઈશ્વર મેં,
બધી  ભૂલો  હટાવી દે.

અરે! શાને તમે  આવ્યાં,
વત્તા-ઓછા  કરાવી  દે.

રહી ગઇ યાદ ખોળામાં,
મને  બાળક બનાવી દે.

સતત બસ હું તને ભજુ છું,
દયા કે  પ્રેમ લાવી  દે.

નવા શબ્દો,નવી વાતો,
જવાબ નવો બતાવી  દે.

નથી ઘર તો "રહીશ"ક્યાં,
દિલોમાં  બસ વસાવી  દે.

 

 


Rate this content
Log in