Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ishita Sharma

Others

2  

Ishita Sharma

Others

હંમેશા કંઈ ને કંઈ છુટતું રહ્યું...

હંમેશા કંઈ ને કંઈ છુટતું રહ્યું...

1 min
1.1K


લીલેરું પાન ડાળેથી તુટતું રહ્યું,
હંમેશા કંઈ ને કંઈ છુટતું રહ્યું...
 
જોયા અગણિત સંબંધો દુનિયામાં,
દરેક સંબંધમાં કંઈક ખુટતું રહ્યું...
 
શોધતું રહ્યુ મન ખુલ્લું આસમાન,
પંખી પાંજરામાં આમતેમ ઉડતું રહ્યું...
 
ઉગાડયા અઢળક ફૂલ છોડ બગીચામાં,
આવી ભ્રમર ફૂલોનો રસ ચુસતું રહ્યું...
 
જ્યાં જોયું ત્યાં મળ્યા સ્વાર્થના ઢગલા,
લાગણીઓના નામે કૈ ખુચતું રહ્યું.


Rate this content
Log in