સાવ જૂઠા છો તમે તો !
સાવ જૂઠા છો તમે તો !
1 min
13.4K
છોડો હવે આ ખોટા બહાના,
જવાદો એ બધી વાતો કાના,
સાવ જૂઠા છો તમે તો!
એક પણ વાત તમારી નથી સાચી,
છેતરાઇ જાઉં એવી હું નથી કાચી,
સાવ જૂઠા છો તમે તો!
કહો છો,'તને ક્યાં નથી ખોળી',
નથી રહી હવે હું ગમાર કે ભોળી,
સાવ જૂઠા છો તમે તો!
'માખણચોર હું નથી',કહેનારા,
તમે છો સૌના દિલ ચોરનારા,
સાવ જૂઠા છો તમે તો!
રાખો છો અમ ઇચ્છા અધૂરી,
વગાડો છો જ્યારે વાંસળી મધુરી,
સાવ જૂઠા છો તમે તો!
માનશે કોણ બધી આ વાત તમારી,
આ એક જ તો છે રાધા તમારી,
સાવ જૂઠા છો તમે તો!
થાય છે 'જશ' કરી દઉ કિટ્ટા તમારી,
પણ આવે છે ' શ્યામ ' દયા તમારી,
સાવ જૂઠા છો તમે તો