Harsh Bhrambhatt

Others


4  

Harsh Bhrambhatt

Others


કબૂલી લે હવે

કબૂલી લે હવે

1 min 14.3K 1 min 14.3K

દંભની મૃગજળની દુનિયા છે, કબૂલી લે હવે,
સુખ બધાં ઝાકળની દુનિયા છે, કબૂલી લે હવે.

જે ચમત્કારો બન્યા એ ક્યાં કદી સમજી શક્યો?
પારની આગળની દુનિયા છે, કબૂલી લે હવે.

છો રહો સાથે છતાં ના કોઈને જાણી શકો,
ચોતરફ અટકળની દુનિયા છે, કબૂલી લે હવે.

કેટલી વેળા ગયો ફેંકાઈ અંધારા મહીં?
આ જૂઠી ઝળહળની દુનિયા છે, કબૂલી લે હવે.

માણસો ખોટા કચેરી-કોર્ટના ધક્કે ચઢે,
સત્ય તો કાગળની દુનિયા છે, કબૂલી લે હવે.


Rate this content
Originality
Flow
Language
Cover Design