Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Himadri Dave

Others

3  

Himadri Dave

Others

મને જોશભેર આવીને ઘેરે વરસાદ

મને જોશભેર આવીને ઘેરે વરસાદ

1 min
6.7K


મને જોશભેર આવીને ઘેરે વરસાદ,
હું તો દરિયો થઈ જાઉં મારી બઈ!

મારા પગને અટવાવે વાદળનો ઘૂઘવાટ,
મૂઈ નદીઓ જેવી થઈ છે ઘઈ!

મને ચમચમતો ખેંચે વ્હાલાનો ચમકાટ,
મારી ભીતર કંઈ વીજળીયું થઈ!

રુદીયાંને લિલપથી નવડાવે કોઈ!
કાન-બૂટ મારી લાલચોળ થઈ.

વળી, વાયરો આવીને પૂછે નામ પાધરુંક!
હું તો કહી દઉં કે નામ નથી કંઈ.

હું તો મેઘનાં ધનુષ ભેગી ઉપડી આકાશે,
મને બોલાવીશ નહીં મારી સઈ!


Rate this content
Log in