Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
શ્રાવણ માસ
શ્રાવણ માસ
★★★★★

© Purnima Bhatt

Others

1 Minutes   6.8K    3


Content Ranking

ઊંચા તે આકાશે વાગે નગારાં ને વાદલડી રમતી જો રાસ
મારાં રે મનનાં આ મૃગલાને થાયે જો રણમાં પણ જળનો આભાસ
 
કેવો છલકે છે શ્રાવણ માસ! જો ને સખી મલકે છે શ્રાવણ માસ
 
મૌસમનાં પ્હેલાં આ ફોરાની છાંટ મને ભૂલાવે સાન અને ભાન,
ધરતીને જઈને આ મેઘ જો ચૂમે તો અંગોમાં ઉઠે તોફાન,
 
ભીંજાતી ધરતીના રોમ રોમમાંથી જો ભીની ભીની મલકે સુવાસ,
કેવો છલકે છે શ્રાવણ..
 
રૂપેરી સાફો જો બાંધીને આવે મેઘ, ગુંજી ઉઠે શરણાઈ,
લીલેરી કુંજમાં પંખીઓ ટહુકેને ધરતી પણ લે છે અંગડાઈ,
 
ફૂલોની ભાતપર ઝાકળની છાંટ ને ધરતીએ ઓઢ્યો સહવાસ
કેવો છલકે છે શ્રાવણ...
 
વર્ષાની રંગીલી મસ્તીભરી હેલીમાં સૃષ્ટિ આખી ભીંજાય,
છાતી સોંસરવો મને વાગે વરસાદ મારાં અંગે અંગ વીંધાય,
 
તારાં સંભારણનાં સોનેરી શમણા સંગ રગ રગમાં ભમતી ભીનાશ,
કેવો છલકે છે શ્રાવણ..
 
કેવો છલકે છે શ્રાવણ માસ ! જો ને સખી મલકે છે શ્રાવણ માસ

rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..