Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કવિતા એટલે
કવિતા એટલે
★★★★★

© Chaitanya Joshi

Others

1 Minutes   12.5K    2


Content Ranking

ધવલગિરિશૃંગ પરથી જાણે કે આવતી કવિતા. 

ઉદધિ ઉતંગે આભ રખેને એ આંબતી કવિતા.

ઉરના ઊંડાણેથી પ્રગટીને પ્રસરતી હશે કવિતા.

શબ્દના સથવારે ક્વચિત્ ધસમસતી એ કવિતા. 

સરિતાવત્ કયારેક કાગળમાં રુમઝૂમતી કવિતા. 

અક્ષરદેહે સત્ય સનાતન કેવું ઉચ્ચરતી કવિતા.

કાળઝાળ લૂ માં પણ વસંતને ટહૂકાવતી કવિતા. 

સાંબેલાધાર કે રીમઝીમ થૈને એ વરસતી કવિતા.

સુજ્ઞજનોની " વાહવાહ" ને હશે ઝીલતી કવિતા.

પરખી કદરદાનને સોળે કળાએ ખીલતી કવિતા.

સઘળે ઇશપ્રેરણા થકી માનવંતી હસતી કવિતા.

બની પરમનો ઉદગાર કવિઉરમાં વસતી કવિતા. 

સરિતા સાંબેલાધાર આભ વસંત ટહુકો કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..