Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

વૃક્ષ સાથે વાટકી વહેવાર છે

વૃક્ષ સાથે વાટકી વહેવાર છે

1 min
13.4K


આપ–લે નો ક્યાં કશો અણસાર છે?
વૃક્ષ સાથે વાટકી વહેવાર છે.
 
બ્હાર જ્યારે શબ્દનો રણકાર છે,
ત્યારે ભીતર મૌનનો ઝંકાર છે.
 
શોર વચ્ચે પણ ગઝલ સાંભળવી છે,
દોસ્ત, સાચો એ જ તો પડકાર છે!
 
ભીડ કોલાહલ નડે ક્યાંથી મને,
શબ્દ મારો ભીતરી ૐકાર છે.
 
મૌનની ઊંચાઈ મળતાં લ્યો જુઓ,
સાવ પોકળ શબ્દ અધ્યાહાર છે.
 
ભીંત રંગી તું નિરાંતે બેસ મા,
કાટમાળે જ્યાં ઊભાં ઘરબાર છે.


Rate this content
Log in