Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

4  

Gunvant Upadhyay

Others

ફાગુન આયો

ફાગુન આયો

1 min
13.5K


આયો; આયો રે ફાગુન આયો
વસંતના પરિમલની પીંછી પહેરી પ્રીતમ આયો ;
પરમ પ્રેમના રસનો કૂપો પ્રેમ ભરીને પાયો !
આયો; આયો રે ફાગુન આયો !

કેસુડાનાં ઝાંઝર પહેરી
રૂમઝૂમ રૂમઝૂમ ચાલું;
આવળનાં ફૂલોની પીઠી
અંગ ઉપર ચોળાવું;
વનવગડામાં વૃંદાવનનો કૃષ્ણકનૈયો છાયો !
આયો; આયો રે ફાગુન આયો !

રંગભરી પીચકારી મારી
ઉજળી સાડી રંગી;
પાલવ પકડી; હાથને મરડી
ચિબૂક-અટાર ઊંચકી;
નીલગગનમાં વહેતી મૂકી મેઘ-મલ્હારો ગાયો !
આયો; આયો રે ફાગુન આયો !

ફૂલોની ડોલી આંગનમાં
તરતી તરતી આવી;
સોળ સોળ શણગાર સજાવી
ગંધ સમી પ્રગટાવી;
મંડપમાં વહાલીડો શોભે જાણે અત્તર-ફાયો !
આયો; આયો રે ફાગુન આયો !


Rate this content
Log in