વટાણા?
વટાણા?
કંકાપુરા, કાલું અને કઠાણા,
પણ વિદ્યાસહાયક શું ખાય વટાણા?
અત્યારેતો મફતમાંય નથી મળતા મરચા અને ધોણા,
પણ વિદ્યાસહાયક શું ખાય વટાણા?
આ ૨૫૦૦માં ખાવા પડે છે ૫રૂ.નાં ચવાણા,
પણ વિદ્યાસહાયક શું ખાય વટાણા?
જીવનના પ્રશ્નો લાગે છે મોટા ઉખાણા,
પણ વિદ્યાસહાયક શું ખાય વટાણા?
ઘોડાય નસીબદાર લાગે ! એતો ખાય ચણા,
પણ વિદ્યાસહાયક શું ખાય વટાણા?
૨૫૦૦ હોભરીતો આખું ઘર મારે મેંણા ટોણા,
પણ વિદ્યાસહાયક શું ખાય વટાણા?
બીજાના ઉચા પગાર સાંભળી કેવા હૈયા ઘવાણા!
પણ વિદ્યાસહાયક શું ખાય વટાણા?
અલ્યા એક વાર સસરા એ પૂછ્યું, પગાર? ત્યારે થોડું શરમાણા,
પણ વિદ્યાસહાયક શું ખાય વટાણા?
પણ આ વિદ્યાસહાયક જ દરેકના હૈયે સમાણા,
પછી છોને ખાવા પડે વટાણા...