Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વરસે પ્રીતિ ઝરમર
વરસે પ્રીતિ ઝરમર
★★★★★

© Purnima Bhatt

Others

1 Minutes   6.6K    2


Content Ranking

તું આવ અહીં અજવાળું કર,
ઘૂંઘટ પડખેનો દીવો ધર.

ચાંદો પણ ઝાંખો લાગે છે,
એ ય કહે, 'તું આ બાજુ ફર'.

કેશઘટા છુપાવે ચ્હેરો,
ને પાલવ પણ સરકે સરસર.

આ લટ સ્પર્શે છે હોંઠોને,
સ્પંદન જાગે કાંપે થરથર.

તારું સ્નેહ સભર મલકાવું,
નજરે વરસે પ્રીતિ ઝરમર.

ત્રાંસી નજરે જોઈ હસવું,
છલકે આસવ પ્યાલી ભર ભર.

દિલ બેકાબુ તાંડવ દંગલ,
લે આપ્યું આ બસ રે બસ કર.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..