Harshida Dipak

Tragedy


3  

Harshida Dipak

Tragedy


આજે બાળદિન છે ?

આજે બાળદિન છે ?

1 min 6.6K 1 min 6.6K

સવાર ના ચાલતી જતી હતી 

ને -- રસ્તો ક્રોસ કરવા 

સિગ્નલની લીલી લાઈટનો 

ઈશારો થાય તેની રાહમાં 

ફૂટપાથ પર ઉભી હતી 

ત્યાં જ મારી નજર 

ફૂટપાથના છેડે 

બુટ પોલિશ કરતા 

બાળક પર પડી 

તેની પાસે બુટ પોલિશ

કરાવવા બે ભાઈઓ 

ઉભા હતાં 

એક ભાઈ બોલ્યા કે ---

ભાઈ આજે તો 

બાળદિન છે .....

બુટ પોલિશ કરતાં

બાળકે એ સાંભળ્યું ને 

તે આશ્ચર્યથી ....!!!!

એ ભાઈ સામે જોઈ રહ્યો 

જોઈ રહ્યો ...

તો ----- 

પેલા ભાઈએ 

પગમાં જોર કરી 

પછાડીને 

કહ્યું ....

એય .... છોકરા ....

શું જુવે છે ...??

કામ સરખુંને જલ્દી કર 

અમારે જવું છે 

ને અચાનક ------

મારા દિલમાં 

એક પ્રશ્ન થયો 

શું સાચે જ ---

આજે બાળદિન છે ....?


Rate this content
Originality
Flow
Language
Cover Design