Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Viha Oza

Others

5.0  

Viha Oza

Others

હું તને યાદ આવીશ

હું તને યાદ આવીશ

1 min
7.2K


જ્યારે કોઈનો હાથ પકડે ને
એ હાથમાં હુંફાળો સ્પર્શ નહીં હોય,
ત્યારે...
હું તને યાદ આવીશ...

જ્યારે ૧૪૦ની સ્પીડમાં
તારી પાછળ બેઠેલું વ્યક્તિ ડરતું હશે
ત્યારે...
હું તને યાદ આવીશ...

જ્યારે બારિશ નાં મોસમમાં
ભીંજાવા કોઈ જોડે નહીં હોય
ત્યારે...
હું તને યાદ આવીશ...

જ્યારે નીંદર નઈ આવતી
હોય ને આપડી વાતો યાદ હશે
ત્યારે...
હું તને યાદ આવીશ...

જ્યારે જોડે મૂવી જોવા કે ફરવા
જવાનું કૈ ને ફરી જશે
ત્યારે...
હું તને યાદ આવીશ.....

જ્યારે કોઈ સ્વાર્થ વિનાની વાત આવશે
ત્યારે...
મારો પ્રેમ અને હું તને યાદ આવીશ...
જ્યારે મોમ જોડે કોઈ વાત
મનાવવાની હશે
ત્યારે...
હું તને યાદ આવીશ...

જ્યારે પાપાની ખીજ પોતાના પર
લેવા વાળું કોઈ નહીં હોય,
ત્યારે...
હું તને યાદ આવીશ...

જ્યારે તને કોલ્ડ કોફી પીવાનું મન થાશે
ત્યારે...
હું તને યાદ આવીશ...

જ્યારે રડવાનું મન થશે પણ
એ ખભ્ભો મારો નઈ હોય
ત્યારે...
હું તને યાદ આવીશ...

જ્યારે મજા નહીં હોય ત્યારે
તને નીની નહીં આવતી
ત્યારે...
હું તને યાદ આવીશ...

જ્યારે તને તારા કર્યાનો
પછતાવો થશે
ત્યારે...
હું તને યાદ આવીશ...


Rate this content
Log in