Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ફરક
ફરક
★★★★★

© Sunil Shah

Others

1 Minutes   13.4K    4


Content Ranking

ફરક એટલે તો પડ્યો નહિ બધામાં,
ન મૂલ્યો, ન તો જ્ઞાન આવ્યા કથામાં.

હું માગું છું બસ એટલું પ્રાર્થનામાં,
કદી હાથ લંબાય ના દુર્દશામાં.

સ્મરણની કરી શાલ, ઓઢી મેં જ્યારે,
હવા હૂંફ લઈ આવી ગઈ આંગણામાં.

ન બખ્તર, ન તલવાર કૈં કામ આવ્યા,
ઘવાયો હું જ્યાં આંસુની વારતામાં.

ફકત જન્મવાથી નથી થઈ જવાતું,
ઘણી વાર લાગે છે માણસ થવામાં.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..