Dr Sejal Desai

Classics


Dr Sejal Desai

Classics


ગૌરવવંતા ગુજરાતી

ગૌરવવંતા ગુજરાતી

1 min 408 1 min 408

હા, અમે છીએ ગૌરવવંતા ગુજરાતી 

'ગુજ્જુ'ના હુલામણા નામે જાણીતા !


અમારી ભાષા છે મધમીઠી ગુજરાતી

સરળતા અને સહેલાઈથી લોકો સમજતા !


અમે તો રંગીલા ને મોજીલા ગુજરાતી

રાસ ગરબાની રમઝટ બોલાવતાં !


ખાવાપીવાનાં શોખીન અમે ગુજરાતી

થેપલા, ઢોકળા, ફાફડા થકી ઓળખાતાં !


વ્યાપારમાં અવ્વલ નંબરે અમે ગુજરાતી

દેશ દેશાવરમાં ગુજરાતનો ડંકો વગાડતાં !


ફરવાના શોખીન છીએ અમે ગુજરાતી,

વિશ્વ પ્રવાસની ઝંખના દિલમાં રાખતા !


હા, અમે છીએ ગૌરવવંતા ગુજરાતી !


Rate this content
Originality
Flow
Language
Cover Design