Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Purohit

Romance

0  

Neha Purohit

Romance

આજે એક ગીત !

આજે એક ગીત !

1 min
310


થનગનતા વાયરાએ છેડી જરા, 

ને પછી કૂંપળને ફૂટ્યું'તું ગીત !

આ તો છાની પણ સાચકલી પ્રિત!

લીલીછમ કૂંપળના કુણાકુણા દેહમા હળવી ધ્રુજારી કૈ આવી;

માણસ કૈં થોડા ? એને પાંદડાના પરિવારે હરખેથી લીધી વધાવી ! 

વાયરાનું છેડવું ને કૂંપળનું ગાવું એ તો ભવે-ભવે નવતર છે રીત...

આ તો છાની પણ સાચકલી પ્રીત !

ચોખ્ખાચટ આભ તળે કૂણોકૂણો તાપ પ્હેરી કૂંપળ દે' હરખાતા કંઈ! 

મનડાની માહ્ય સાવ ખાલીખમ ઓરડો વરણાગી વ્હાલમને દઈ, 

વ્હાલમના વ્હાલમાં છત રે રંગાણી, ને રંગાણા ભીંત ને પછીત!

આ તો છાની પણ સાચકલી પ્રીત..


Rate this content
Log in

Similar gujarati poem from Romance