Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

તું હી તું હી તું

તું હી તું હી તું

1 min
13.7K


હ્રદય-ધબકાર બોલે છે પ્રતિક્ષણ તું હી તું હી તું;
અને છે રક્તનો પ્રત્યેક કણકણ તું હી તું હી તું !

કબૂલી તું સહજ શકતી; કબૂલી હું સહજ શકતો-
હ્રદય-બુદ્ધિ વચાળે છે જે સમજણ તું હી તું હી તું !

તરસતું ક્યાં સુધી રહેવું; તલસવું ક્યાં સુધી સહેવું ?
તરસ- તલસાટ વચ્ચે રોજ ચણભણ તું હી તું હી તું !

વસંતો; પાનખર;વર્ષા સમયનું ચક્ર ફરવાનું;
મહામૂલું અને નિર્ભેળ આંગણ તું હી તું હી તું !

જગતની રીત-રસમોને ફગાવી તો પડ્યો વાંધો;
જગત બોલ્યું તરત કે સાવ અણઘડ તું હી તું હી તું !


Rate this content
Log in