Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Umesh Tamse

Others

3  

Umesh Tamse

Others

આગળ જઈએ

આગળ જઈએ

1 min
13.1K


આળસ સઘળી ખંખેરીને આગળ જઈએ, 

ભીતર છે હિંમત જાણીને આગળ જઈએ. 

ને આ જગ તો છે આખી માયાની નગરી, 

માયાના બંધન તોડીને આગળ જઈએ. 

છોડી દે તું મારા તારાની આ ગણના, 

સૌને પોતાના માનીને આગળ જઈએ. 

ના કરતા અપમાનિત નાના બાળાને પણ, 

એ સૌને આદર આપી આગળ જઈએ. 

છે સૌની ભીતર સાગર જેવી હિંમત પણ, 

મનના દરવાજા ખોલીને આગળ જઈએ.


Rate this content
Log in