Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
દોસ્તનું ગીત
દોસ્તનું ગીત
★★★★★

© Drsatyam Barot

Inspirational

1 Minutes   6.9K    6


Content Ranking

જે આખો દા'ડો ઝગડે ના

જે મીઠી વાતે બબડે ના

જેને મળવાનું મન થાતું ના

જેની વાટો કોઈ જોતું ના

એના જેવો ભારે કહોત નથી

એવા માણસનો કોઈ દોસ્ત નથી

જે ખુલ્લા મનથી નાચે ના

જે ખુલ્લો થઈ ને રાચે ના

જે રોજે નખરાંઓ કરે ના,

જે ઝઘડીને પાછો ભળે ના

એના જેવો અભાગો કપૂત નથી

એવા માણસનો કોઈ દોસ્ત નથી

જેના ગપ્પાનો કોઈ પાર નથી

જેના શબ્દમાં સતની ધાર નથી

જે સ્વાર્થમાં નવરો પડતો નથી

જેને રમવા સમય મળતો નથી

જેનું જીવન દોસ્તમાં મસ્ત નથી

એવા માણસનો કોઈ દોસ્ત નથી

જે સપનાંઓમાં ઉડતો નથી

જે રોજે નખરાં કરતો નથી

જેના ઈશ્વરથી વધુ નામ નથી

જેને દોસતી માટે માન નથી

જેને ભેરુઓની જમાત નથી

એવા માણસનો કોઈ દોસ્ત નથી 

કવિતા ઝઘડો જીવન દોસ્ત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..