Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

અનૌપચારિક શિક્ષણ

અનૌપચારિક શિક્ષણ

1 min
7.0K


શું છે આ 'જીવન'?
પ્રશ્ન એક ઉપસ્થિત થયો.

જોઈ લો એક સ્વપ્ન,
ઉત્તર અહીં મળી ગયો.

શું છે આ 'ત્યાગ'?
પ્રશ્ન એક ઉપસ્થિત થયો.

માતાની સેવા નિહાળી,
ઉત્તર અહીં મળી ગયો.

શું છે આ 'લાગણી'?
પ્રશ્ન એક ઉપસ્થિત થયો.

મિત્રતા નિભાવી જુઓ,
ઉત્તર અહીં મળી ગયો.

શું છે આ ' ભ્રષ્ટાચાર'?
પ્રશ્ન એક ઉપસ્થિત થયો.

નેતા જીતી ગયા ચૂંટણી,
ઉત્તર અહીં મળી ગયો.

કોણ છે આ 'માનવી'?
પ્રશ્ન એક ઉપસ્થિત થયો.

પાંજરા માં એક પંખી જોયું,
ઉત્તર અહીં મળી ગયો.

શું છે આ ' નિર્દોષતા'?
પ્રશ્ન એક ઉપસ્થિત થયો.

બાળક ને એક રમતા દીઠું,
ઉત્તર અહીં મળી ગયો.

શું છે આ 'નિર્દયતા'?
પ્રશ્ન એક ઉપસ્થિત થયો.

યુદ્ધ એક ફાટી નીકળ્યું,
ઉત્તર અહીં મળી ગયો.

શું છે આ 'કેળવણી'?
પ્રશ્ન એક ઉપસ્થિત થયો.

કળી માંથી એક પુષ્પ ખીલ્યું,
ઉત્તર અહીં મળી ગયો.


Rate this content
Log in