વાકેફ છું
વાકેફ છું
1 min
6.8K
શબ્દસ્થ લાગણીની ફરિયાદથી વાકેફ છું.
પડેલ ઘાવના ઉન્માદથી વાકેફ છું...
મૃત્યુ આ અસ્તિત્વમાં આવ્યું, એ;
જન્મનાં શંખનાદથી વાકેફ છું...
ખોટું કરવા જઉં તો રોકે મને,
પ્રભુના મીઠા સાદથી વાકેફ છું...
જાણું છું મારામાં વસે તું, તો'ય-
આવતી તારી યાદથી વાકેફ છું...
અમારું સ્થાન કેમ લીધું? મનુષ્ય;
ને દાનવના એ વિવાદથી વાકેફ છું...
ગમવા છતાં વાહ ના બોલે 'મુસાફિર',
એની એવી અધૂરી દાદથી વાકેફ છું...