ભાડૂઆત
ભાડૂઆત
1 min
6.5K
કાયમી ઠેકાણું બનાવ્યું છે,
આ આંસુઓએ, મારી આંખોને.
સમુદ્રતટે જવાની ક્યાં જરૂર ?
આમ નજીક આવી, એને ચાખોને.
કોઈ એક હશે, વિશ્વાસુ તો ઘણું.
પછી ભડાકે દો ને, લાખોને.
સંગ હશે એનો તો રંગ રહેશે,
નવું જોમ મળશે આ, પાંખોને.
પછી ઉડીને જઈશ ને કહીશ,
પ્રભુ, મહેમાનને બાહર નાખોને.
ઘર ખાલી થાય એટલે મોજ ભરૂં,
ને આનંદ થાય મારી આખોને.