Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

જિંદગી શુ ઈચ્છે છે ?

જિંદગી શુ ઈચ્છે છે ?

1 min
4.6K


કયારેક શબ્દોથી ભરપૂર કલમ,

તો તરત એ કલમનું અટકી જવું,

કયારેક વિચારોના ઘોડાપુર.

તો તરત એ વિચારોનું થંભી જવું,

જિંદગી શુ ઈચ્છે છે ?


કયારેક હકારાત્મક વિચારશરણી,

તો તરત એમાં નકારાત્મકતાનો આભાસ,

કયારેક મનભરીને જીવી લેવાની લાલસા,

તો તરત એ મનને રોકી લેવાની ટેવ,

જિંદગી શુ ઈચ્છે છે ?


કયારેક ખુશીઓના બગીચા,

તો તરત એ બગીચામાં પાનખર,

ક્યારેક મન ખુશીથી પાગલ,

તો કયારેક એ જ પાગલપનથી આવતો કંટાળો,

જિંદગી શુ ઈચ્છે છે ?


કયારેક દિલની એ અઢળક ખુશી,

તો તરત એ ખુશીઓને લાગતી નજર,

કયારેક સપનોના ઘેરાતા એ ઘનઘોર વાદળ,

તો તરત એ વાદળો હટી આવી જતો તીક્ષ્ણ તડકો,

જિંદગી શુ ઈચ્છે છે ?


કયારેક સમયને રોકી લેવાની ઈચ્છા,

તો તરત કઠિન સમય જલ્દી પસાર થાય એવી ઉમ્મીદ,

કયારેક જિંદગીના બધા જ સવાલોનું સમાધાન,

તો તરત એ જિંદગીથી ઘણી બધા સવાલો,

જિંદગી શુ ઈચ્છે છે ?


Rate this content
Log in