Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manu V Thakor

Inspirational

3  

Manu V Thakor

Inspirational

મારું ઘર...?

મારું ઘર...?

3 mins
7.2K


એકરોજ 

બેઠો હતો હું, 

રંગો, પીંછી, કાગળ પેન્સિલ... વગેરે 

લઈને, 

ચિતરવા ઇચ્છતો 

મુજ નયનમાં નિહાળી શકતો

એ નયનરમ્ય દ્રશ્યોને,

રંગ, રેખાઓ વડે આકાર આપી કાગળ-કેન્વાસ પર 

જીવંત કરવા;

જેમાં ચીતરવી હતી. 

ઇશ્વરની એ ભવ્ય સૃષ્ટિ;

ઘર-મકાનો, રસ્તાઓ, પુલો, ભવ્ય ઈમારતો. 

વળી, હતી એમાં મુજ કલ્પનાની સૃષ્ટિ;

જે મુજ ભીતરની લાગણીના ઘેરા રંગે રંગાયેલ હતી. 

પીછીંના લસરકે ચીતરાઈ ગયું આ બધું જ,

રંગબેરંગી આ દુનિયા. 

રંગીન આ ચિત્ર આંખોને આહ્લાદક લાગી રહ્યું હતું, 

ત્યારે અટકી પડી મુજ નજર

ચિત્રના એ સુંદર ઘરો પર, 

અને હૈયે ઉદ્ભવી ઊઠ્યો એક પ્રશ્ન...!

"ચિત્રમાં બનાવી શકું છું હું 

આ સુંદર અને ભવ્ય ઘર 

પરંતુ 

શું હું  ક્યારેય બનાવી શકીશ...? 

મારું પોતાનું 

આવું સુંદર ઘર...?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational