Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nita Sojitra

Others

2  

Nita Sojitra

Others

પ્રણયનાં પુષ્પ

પ્રણયનાં પુષ્પ

1 min
7.1K


પ્રણયનાં પુષ્પમાં રંગો સજાવી કોણ બેઠું છે?
સિતારા સ્વપ્નનાં આંખે સમાવી કોણ બેઠું છે?

તુટેલું દિલ કરે ચિત્કાર ત્યારે એમ લાગે કે;
હૃદયની શૂન્યતામાં ઘર બનાવી કોણ બેઠું છે?

તમારા પ્રેમનો સ્વીકાર એ કરશે કદી એવી,
જુઠી ઉમ્મીદની દુનિયા વસાવી કોણ બેઠું છે?

અહીં અરમાન તોડી જાય એ પાછા નથી ફરતાં,
વિરહમાં જાત પોતાની જલાવી કોણ બેઠું છે?

હશે તકદીરમાં જો સાથ એનો તો મળી જાશે,
હજી એ આશ દઈ 'રુહ'ને હસાવી કોણ બેઠું છે?


Rate this content
Log in