Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others Romance

3  

Chaitanya Joshi

Others Romance

કલમનો 'ક'

કલમનો 'ક'

1 min
7.2K


એકવાર રાધાની માતાએ-

રાધાને દીધી છે પાટી હાથને કહે:

લખ, તું 'કલમ'નો 'ક'

રાધાએ ઘૂંટવાની કરી મહેનત તોયે,

ન આવડ્યો એને 'કલમ'નો 'ક'


ફરીફરી માતા વઢેને શિખવાડે

પણ ! રાધાને ન આવડે 'કલમ'નો 'ક'

ઘૂંટીઘૂંટીને આખરે થાકી ગઈ રાધા.

એણે તો લખ્યો 'માધવ'નો 'મ'


માતાને થયું અચરજ કેવું કે,

નહીં ભણે આ છોકરી અનાડી,

વારવારે એ રાધાને,

શીખડાવે, સમજાવે, ધમકાવે,

પણ રાધા તો લખતી 'માધવ'નો 'મ'


થાકીને, હારીને, કંટાળીને-

રાધાની માતા બોલી-

લખ, રાધા 'કલમ'નો 'ક'

આખરે માંડમાંડ એણે લખ્યો તો ખરો !

પણ 'કલમ'નો 'ક' નહીં

એ હતો 'કાના'નો 'ક'


Rate this content
Log in