Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

પાવન પર્યાવરણ

પાવન પર્યાવરણ

1 min
194


ઔદ્યોગિક ક્રાંતિની, વિકાસની, આ કેવી હોડ છે ?

ધનોત પનોત કાઢી નાખશે, આ કેવી દોડ છે ?

પર્યાવરણની પવિત્રતા પાળો, છોડમાં છે રણછોડ,

પ્રદૂષણથી બચવા, વૃક્ષ વાવેતર અજોડ છે.


જંગલી છે એ લોકો, જે જંગલનુ કરે નિકંદન છે,

સાંભળો ધ્યાનથી, આ નિકંદનમા આવતી પેઢીનું આક્રંદ છે,

પર્યાવરણની પવિત્રતા પાળો, છોડમાં છે રણછોડ,

સંસ્ક્રુતિ અને વિક્રુતિ વચ્ચેનું આ ભયંકર દ્વંદ્વ છે.


વૃક્ષોનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ છે,

વૃક્ષ વાવેતર એ પર્યાવરણનું પરમતત્વ છે,

પર્યાવરણની પવિત્રતા પાળો, છોડમાં છે રણછોડ,

વૃક્ષ વાવેતર લાવે સમાજમાં સદભાવ અને સત્વ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational