છો ભલે ને હોય
છો ભલે ને હોય
1 min
6.8K
આજ નભથી ચૂંટવા છે તારલા,
ચોટલે તવ ગૂંથવા છે તારલા.
ચમકતી લાગે સદા તે કારણે,
પાલવે તવ ટાંકવા છે તારલા.
બારણું શણગારવાને કાજ તવ,
ટોડલે લટકાવવા છે તારલા.
છો ભલે ને હોય લાખો કંટકો,
રાહમાં તવ વેરવા છે તારલા.
જે થવાનું હોય તે છો જાય થઇ,
આજ 'જશ'ને લૂંટવા છે તારલા.