Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
શબ્દસાગર
શબ્દસાગર
★★★★★

© Gunvant Upadhyay

Inspirational Classics Tragedy

1 Minutes   13.4K    4


Content Ranking

મોજડી પણ પારકી અપનાવવા લાગ્યાં;

માપ-બ્હારા પગ હતાં એ ભૂલવા લાગ્યાં.

સાદું પાણી ના પચાવી જાણતા જેઓ-

આંખ સામે જોઈ સૂરા ઝૂમવા લાગ્યાં.

ક્યાં પરિચય પૂરતો છે શબ્દસાગરનો;

પગ મૂક્યો સ્હેજે કિનારે ડૂબવા લાગ્યાં.

ઊંટ અરબી જ્યાં પલાણ્યું રેતના ઢૂંવા-

ઊંચે ઊંચે ખૂબ ઊંચે ઊડવા લાગ્યાં.

માર્ગ જગજાહેર સમજી હક કરી બેઠાં-

કોઈએ રોક્યા જરી લલકારવા લાગ્યાં.

જાહ્નવી-જમના પ્રદુષિત; ને નદીઓ પણ-

શુદ્ધ વૈચારિક પ્રવાહો ડ્હોળવા લાગ્યા.

બંધ લખવાનું કરો 'ગુણવન્ત' ગાગાગા-

શ્વાસ સક્ષમ સૌ મળીને રુંધવા લાગ્યાં.

પ્રદૂષિત શુદ્ધ ગુણવન્ત ગઝલ શબ્દસાગર કિનારે

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..