Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

પાર જાઉં છું

પાર જાઉં છું

1 min
13K


અરથની ધાર જોઉં છું, શબદની પાર જોઉં છું,
હું એ રીતે ગઝલનો આગવો શણગાર જોઉં છું.
 
નજરનાં કેફથી લથડે ભીનાં શ્વાસોનું સંવેદન,
પછી નોખાં સનમનાં તોર ને વ્હેવાર જોઉં છું.
 
હજી મ્હેકે છે શ્વાસો એનો મતલબ એટલો કરવો,
ભીતર યાદોની હું મીઠી મીઠી વણઝાર જોઉં છું.
 
જડો ખીલા નહીં એને, ગુનો પુરવાર ના જેનો,
અહીં એનાથી બદતર લોકની લંગાર જોઉં છું.
 
અવેસ્તા, બાઈબલ ગીતા નથી કુરાન પઢવા કૈં,
હું અદના આદમીમાં જિંદગીનો સાર જોઉં છું.
 
પછી બાકી ન રહેશે કૈં જરા જો દૂર તું જાશે,
વિના ‘પ્રજ્ઞા’ નર્યું ભીતર હું નર્કાગાર જોઉં છું.


Rate this content
Log in