Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Drama

3  

Bindya Jani

Drama

વસંત આવી

વસંત આવી

1 min
268


જુઓ આ કામણગારી વસંત આવી,

વસંતોત્સવની ઓઢણી ઓઢી આવી.


મા સરસ્વતીને વધાવવા આવી,

જ્ઞાન પૂંજ નું તેજ ફેલાવવા આવી.


તરૂવરોનો શણગાર બની આવી,

મઘમઘતા ફૂલોની ફોરમ લઈ આવી.


આમ્રકુંજની માદક મહેક લઈ આવી,

કોયલના કુંજનનું સંગીત લઈ આવી.


ભ્રમરના ગુંજનનું ગાયન લઈ આવી,

નિસર્ગનો છલકાતો વૈભવ લઈ આવી.


સોનાવરણી ફૂલોએ ચાદર બિછાવી,

કેસુડાએ પણ આસપાસ જાળ બિછાવી.


નવપલ્લિત નવોઢા શી ધરતી બની,

વસંતના વૈભવની યુવાની લઈ આવી,


પ્રકૃતિ ઉત્સવની ઉજવણી કરવા,

'તેજબિંદુ' શાબ્દિક રચના લઈ આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama