Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnima Bhatt

Others

3  

Purnima Bhatt

Others

ધુમ્મસ ધૂમ્મસ

ધુમ્મસ ધૂમ્મસ

1 min
7.6K


થિજેલી યાદોનું વાદળ ધુમ્મસ ધૂમ્મસ,
આંસુનાં પડળોમાં કાગળ ધુમ્મસ ધુમ્મસ.

વીતેલી સંગાથે એની ના ક્ષણ એક પણ,
કલ્પન સઘળાં થાયે ઝાકળ ધુમ્મસ ધુમ્મસ.

ચાલી આ વણઝારો નિંદર ઉડાવીને,
ઝાંખા સપનાની આ સાંકળ ધુમ્મસ ધુમ્મસ.

આંસુઓનાં ટોળેટોળાં પાંપણ પાછળ,
ટપ ટપ ટપકે પલળે કાજળ ધુમ્મસ ધુમ્મસ.

ચુપકીદી અકળાવે ખુદને ખુલ્લાં હોંઠે,
શબ્દોં ડોલે આગળ પાછળ ધુમ્મસ ધુમ્મસ.


Rate this content
Log in