સંભવના
સંભવના
1 min
13.1K
જામમાં વાતો ભરીને આવતી
એમ હું દરિયો તરીને આવતી
ફુલના એવા બગીચે ઘૂમતી
આમ તો ખુબજ ખરીને આવતી
જીવતરના સર્વ સુખ - દુઃખ પામવા
હું સદા સૂરજ ધરીને આવતી
મારેય પણ પીવી હતી સંભવના
એટલે દીવો કરીને આવતી
હું અને તું આમ ક્યાં જુદા હતા ?
વૃક્ષ માફક પાંગરીને આવતી