Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Gondalia

Fantasy Thriller

3.3  

Chetan Gondalia

Fantasy Thriller

અડધો ચાંદો માંગે આખી રાત

અડધો ચાંદો માંગે આખી રાત

1 min
448


આખી રાત માટે ટળવળે અડધો સમુદ્ર,

"અડધાં ચાંદ ને મળે આખી રાત..!

અડધી પૃથ્વીની આખી રાત..!"

'ને અડધી પૃથ્વીને ભાગે આવે, આખો સૂર્ય.


અડધાંથી વધુ, ઘણાં જ વધારે.

મારી દુનિયાનાં કરોડો લોકો,

અડધાં વસ્ત્રોથી ઢાંકતા આખું તન,

અડધી ચાદરમાં ફેલાવતાં આખા પગ,

અડધે ભાણે ખેંચતા આખી ઉર્જા.


અડધી ઇચ્છાએ ખેંચતા આખું જીવન.

અડધાં ઈલાજ ની દેતાં આખી ફીસ,

'ને આખું મૃત્યું પામતા અડધી ઉંમરે ...!


અડધી ઉમર હોં?! વધેલી અડધી ઉમર નહિ ...!

ઈ વીતેલી અડધી ઉંમરનું બચેલું આખું ભોજન,

આખો સ્વાદ! આખું ચૈન!

આખી દવા ! આખું જીવન !

આખા જીવનનો આખો હિસાબ અમને જોઈએ...!


અમે નહિ ચાંદ, નહિ સૂર્ય, કે નથી સમુદ્ર,

અમે માનવ, માણસજાત !

અમે - એ સિવાયનાં કે જે છે તવંગર -

એક ચોથીયું કે એક અષ્ટમાંશ કુલ નું...

આખા થવાંની ઇચ્છાએ ભરેલાં માનવ, માણસજાત !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy