Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hemangi Bhogayata

Tragedy

3  

Hemangi Bhogayata

Tragedy

માણસો

માણસો

1 min
260


ઈશ્વરે બનાવી દુનિયા ને ઘડ્યા માણસો,

અને એ જ ઈશ્વર માટે લડયા માણસો.


એકબીજાને નીચા દેખાડવામાં ન થાકયા,

કાયમ એકબીજાને જ નડ્યા માણસો.


વાતો કરે છે સર્વધર્મ સમભાવની,

ને ધર્મના નામે જ તોફાને ચડયા માણસો.


ઈશ્વરે આપ્યા છે સરખા રક્ત સૌને,

પણ ધર્મને નામે નોખા પડ્યા માણસો.


વેર-ઝેરના કાયમ બીજ રોપ્યા સમાજમાં,

પછી જ્યારે કપાયા માથા, રડ્યા માણસો.


Rate this content
Log in