Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipak Thaker

Others

3  

Dipak Thaker

Others

'દિપક' બને મશાલ

'દિપક' બને મશાલ

1 min
6.7K


હોઠો પર સ્મિત રાખો, આંખોમાં વહાલ,
બોલો તો એવું બોલો કે થઈ જાય કમાલ.

ભૂતકાળને ચુપ રહેવાનો આદેશ આપી દો,
ભવિષ્ય જયારે કરે કોઈ પણ સવાલ.

દોસ્તીની નિશાનીઓ વધારતા જાઓ,
કોઈ છબી, કોઈ વીંટી કોઈ નાનકડો રૂમાલ.

જયારે કંઈક અધૂરું છોડી દેવાના હો,
ત્યારે બસ થોડીક વધારે કરો મજાલ.

એકાદ વિચારને ઉછેરીને મોટો કરો,
એ સમૃદ્ધ બનાવશે તમારી આવતી કાલ.

શકય હો તો કોઈકને સહકાર આપી જુઓ,
એક ચીંથરું મળી જાય તો 'દિપક' બને મશાલ.


Rate this content
Log in