Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રૂખડી અને રૂખડો
રૂખડી અને રૂખડો
★★★★★

© Harshida Dipak

Inspirational Classics Romance

1 Minutes   19.6K    5


ઓસરિયે ઊભીને ઓલી, રૂખડી શાને મરકે !

સામે ઊભો રૂખડો સઘળું દેખી મનમાં મરકે !

છમછમ થાતી ઘુઘરિયુંનો ધીમો ધીમો નાદ,

ઘર - આંગણમાં પગલાંનો એ ભીનો ભીનો સાદ,

રૂખડીનો એ ટહુકો ટેહુક રૂખડાને જઈ અડકે...

ઓસરિયે ઊભીને ઓલી, રૂખડી શાને મરકે !

ઘમ્મરવલોણાં એવા ઘૂઘવે માખણ નીતરી જાય,

ભાતીગળ ઓઢણિયે એનું જોબનિયું છલકાય,

ગમતીલા ગીતો ગાવાને રૂખડીનું દિલ થરકે...

ઓસરિયે ઊભીને ઓલી, રૂખડી શાને મરકે !

રઢિયાળી રાતોમાં ઓલો ચાંદલિયો ચમકંતો,

વાંસલડીના સૂર ગજાવી સાંવરિયો મરકંતો,

છલક છલકતી ગાગરડીમાં રૂખડો - રૂખડી છલકે...

ઓસરિયે ઊભીને ઓલી, રૂખડી શાને મરકે 

ઓસરિયે રુખડી રૂખડો ગીત દાંપત્ય

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..