Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

જીંદગીનું ગણિત

જીંદગીનું ગણિત

1 min
392


ખબર નથી, જીંદગીની કિંમત શું થાય છે ?

જીંદગીચોકડીની કિંમત શોધવામાં જાય છે


શ્વાસ રોજેરોજ ક્ષણેક્ષણ ઓછા થાય છે

જીંદગી સો એ કેટલા શોધવામાં જાય છે


ગયેલા ભૂલાય છે, નવા સંબંધો ચિતરાય છે

જીંદગી કૌંસની બાહર કાઢવામાં જાય છે


આ ધબકારા કોની હાટુ સચવાય છે, ખબર નથી

પણ આ જીંદગી છેદ ઉડાડવામાં ઊડી જાય છે


કોણ કોનું છે અહીંયા ? એતો મારો રામ જાણે વાહલા

જીંદગી કાટ, લઘુ, ગુરુ, પૂરક, કોટીકોણ દોરવામાં જાય છે


ખબર નથી,જીંદગીની કિંમત શું થાય છે ?

જીંદગી ચોકડીની કિંમત શોધવામાં જાય છે


Rate this content
Log in