Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsha Prajapati

Others

3  

Varsha Prajapati

Others

તને મુબારક દરિયો..

તને મુબારક દરિયો..

1 min
13.5K


ધોધમાર વરસાદ મહીં જા.. તને મળે સાંવરિયો
મને મુબારક ચાતક, સહરા
તને મુબારક દરિયો..
 
સાવ અવાવર એકલતાની બારી ખોલું-વાસું
નહીં કહેલી વાતોમાંથી ઉગી ગયું ચોમાસું
મારે ફળિયે વરસે તડકો, તારે ફળિયે નદીઓ
મને મુબારક ચાતક, સહરા
તને મુબારક દરિયો..
 
સાદ ભરેલા ટહુકાઓનુ લીલું તોરણ ગૂંથુ
બારસાખ પર યાદોનું ઘર કોને જઈને પૂછું?
રસ્તે રસ્તે તને ભીંજવે રાવ બની શ્રાવણીયો
મને મુબારક ચાતક, સહરા
તને મુબારક દરિયો..
 
સાત જનમની પ્રીત પાંગરે હૈયે થઈને અવસર
તને પોખવા આવે સૂરજ, સુખમય રાખે જીવતર
તારે પગલે હરિયાળુ વન, તડકો પણ વાદળીયો
મને મુબારક ચાતક, સહરા
તને મુબારક દરિયો.


Rate this content
Log in