Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Classics

3  

Heena Pandya (ખુશી)

Classics

સપનું એક પરબારું રહી ગયું.

સપનું એક પરબારું રહી ગયું.

1 min
272


સપનું એક પરબારું રહી ગયું.
જીવતર જાણે ફોરું રહી ગયું.

ચશ્મા પહેરી આમ જુઓ તો,
ક્યાં મારું ક્યાં તારું રહી ગયું?

દરિયો ચાખીને સમજાયું,
આંખે થોડું ખારું રહી ગયું.

બાહર રંગ લગાવી દીધો,
ભીતર મારુ કોરું રહી ગયું.

તરસ્યા થયા તોયે જીવી ગયા,
ત્યાં મૃગજળ એકધારું રહી ગયું.

ઈચ્છાઓ મેં કેદ કરી'તી,
મારી અંદર બારું રહી ગયું.

'ઇરા'
29-3-2021


Rate this content
Log in

Similar gujarati poem from Classics