Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Naishadh Makwana

Others

3  

Naishadh Makwana

Others

સમજાવે મને.

સમજાવે મને.

1 min
14K


જિંદગી શું રાગ ને વિરાગ,સમજાવે મને?
ક્યાંક રણ,ને ક્યાંક સુંદર બાગ,સમજાવે મને!

મેં ય પણ બાહર ને ભીતર જાતને નિરખી લીધી,
તું ય શું સન્યાસ વેળા ફાગ સમજાવે મને?

હું સખત આંધી પવનમાં રહી અડગ લડતો રહ્યો,
તું લગોલગ લાગ જોઇ,લાગ સમજાવે મને!

હું નથી અર્જુન પછી, ક્યાં થાય દ્વિઘા યુધ્ધની?
જ્યાં ધુમાડો છે જ નહીં ત્યાં આગ સમજાવે મને!

મેં કદી ક્યાં વાત માંડી કે વ્યથા વર્ણન કરી?
પોંપચા પણ આંસુઓનો, તાગ સમજાવે મને!

હું પણ સ્થિતપ્રજ્ઞતાની રાહ પર પલતો રહ્યો,
કફની પર જે છે જ નહીં, એ દાગ સમજાવે મને.


Rate this content
Log in