Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ચોટ અણધારી હતી
ચોટ અણધારી હતી
★★★★★

© Bharat Darji Aabhas

Tragedy

1 Minutes   13.0K    6


Content Ranking

જિંદગાની આમતો પ્યારી હતી,

તે છતાં એ સ્હેજ ચકચારી હતી.

હચમચી ને જોઈ રહયો આંખથી,

આ હૃદયમાં ચોટ અણધારી હતી.

ખુશ કરી શક્યો નહીં મારા સનમ,

ચાહવાની ભૂલ એ મારી હતી.

પૂછી લીધા હાલ દિલનાં આંખથી,

એમની ખુલ્લી જરા બારી હતી.

જ્યોતિ ઝબકી એવી દિલથી ભીતરે,

આજની આ મોજ પરબારી હતી.

જીવી રહ્યો છું રડીને જિંદગી,

એ દશા સામેથી પડકારી હતી.

મોત આવ્યું તો હસી લીધું અમે,

આખરી ક્ષણ એટલી અલગારી હતી.

મૌન રહ્યું આ હૃદય કીધા વગર,

કેટલી 'આભાસ' લાચારી હતી?

જિંદગી આભાસ આંખો રડતી ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..