મજામાંને ?
મજામાંને ?
હું હંમેશા પૂછતો તેને,
કે મજામાંને ?
જવાબ કદી ન આવતો,
થતું "શૌર્ય" રેવા દેને,
મન હંમેશા કહેતું,
જવાબ આવશે,
કહેને ફરી કહેને ,
એટલે હું પાછો પૂછી લેતો,
મજામાંને ?
પણ લીધું હોય જાણે મૌનવ્રત,
એક શબ્દ ના બોલે,
છતાંય હિંમત ભેગી કરી,
આત્મવિશ્વાસ વધારી,
ફરી કહેતો એને,
મજામાંને ?
પણ શું ?
પથ્થર પર પાણી !