Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કારણ કહું
કારણ કહું
★★★★★

© Naishadh Makwana

Others

1 Minutes   6.8K    3


Content Ranking

આ દહકતો ઘાવ, જો રુઝાય તો કારણ કહું,
ને પછી જો દર્દ ઓછું થાય, તો કારણ કહું.

આ ચમક ઉપરઉપર કે, છેક ભીતર શી ખબર?
આતમો જો બે ઘડી હરખાય તો કારણ કહું.

આશ પણ મારી ફળે કે ના ફળે એ પ્રશ્ન છે?
એક બસ પ્યારી ઝલક ઝલકાય તો કારણ કહું.

જો મધુરા અવસરે, સંગાથ કો આવી મળે,
શુષ્ક પાંપણ જો ફરી, છલકાય તો કારણ કહું.

દિન ગુજરતો, પણ નઠારી રાત ગુજરતી નથી,
નૈન, ઢળતી રાતના, વલખાય તો કારણ કહું.

જલકમલવત્ ભાવથી, બસ દર્દ ને પકડી શકું,
છલ વગરનું મન, જો મલકાય તો કારણ કહું!

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..