Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

આવી ગયાં છો

આવી ગયાં છો

1 min
13.7K


આવી ગયાં છો આંગણે રંગો નવા ધરી,
જાણો હવેતો જાતને થોડી કલા ધરી.

ભાવી ગયા છો આંખને નવલા લિબાસમાં,
જીવી રહ્યાં છો કેટલી નૌખી અદા ધરી.

કીધી હ્રદયનાં ભાવથી જેની ઉપાસના,
રાખો હવેતો હેતની દ્રષ્ટિ દયા ધરી.

રમતા થયેલાં જોઇલો સપના મિલન તમા,
સમજો જગેલી લાગણી મનની વફાધરી.

વીતી રહેલી આજની માસૂમ પળો હરખભરી,
તનહા પડેલી જાતને સાધો સદા ધરી.


Rate this content
Log in